
દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે હોટ ફેવરિટ એવા સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી કરનારા ૪ ની SOG દ્વારા અટકાયત
માત્ર સુરત કે ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ગોલ્ડ સ્મગલરો માટે હોટ ફેવરિટ એવા સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી પકડાઇ છે. આવી જ એક ઘટના સુરત એરપોર્ટ પર ફરી એકવાર બની છે. સુરત એરપોર્ટ પર SOGએ કરોડોનું ઝડપી પાડ્યુ છે. મળતી માહિતી અનુસાર સોનું દુબઈથી સુરત લાવવામાં આવ્યુ હતુ. સુરત એરપોર્ટ પર થી વરાછા લઈ જઈ રહેલા એક પરીવારને SOGએ ઝડપી પાડ્યુ હતું. પોલીસે એક જ પરીવારના 4 સભ્યોની પૂછપરછ શરુ કરવામાં આવી છે. જેમાં તે સોનું કઈ રીતે સુરત સુધી લાવ્યા તે અંગે પૂછપરછ કરવામાં આવશે.
આ અગાઉ સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરી પકડાઇ હતી. શારજાહ – સુરતની ફ્લાઈટમાં આવતા એક શખ્સ પાસેથી સોનું ઝડપાયું હતુ. કસ્ટમ વિભાગને એક શખ્સ પર શંકા જતા તેને તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેના પાસેથી દાણચોરીનું 28 લાખનું સોનું ઝડપાયું હતું. આરોપીએ સોનાંની ત્રણ કેપ્સુલ બનાવી ગુદામાર્ગમાં છુપાવી લાવવામાં આવી હતી. કસ્ટમ વિભાગે મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.