અત્યાર સુધી ૧૩૨૮ પોલીસકર્મીને કોરોના પોઝિટીવ, ૧૧નાં મોત

ગુજરાત
ગુજરાત

રાજ્ય પોલીસદળના વધુ ૫૫ પોલીસ કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું આજે સ્પષ્ટ થયું હતું. તેથી કોવિડ-૧૯ની ટેસ્ટ પોઝિટીવ આવેલા પોલીસ કર્મચારીઓની કુલ સંખ્યા ૧૩૨૮ પર પહોંચી ગઇ છે. આજે નવા પોલીસકર્મીઓના ટેસ્ટ રિપોર્ટ પ્રાપ્ત થયા છે. ગઇકાલે રાજ્ય પોલીસ દળના ૨ આઇપીએસ અધિકારી સહિત ૧૩૧ અધિકારી અને ૧૧૪૨ અન્ય કર્મચારી મળી કુલ ૧,૨૭૩ પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું.

ગત ૨૪ કલાકમાં ૬૭ પોલીસકર્મીને કોરોના થયો હોવાનું સ્પષ્ટ થયું હતું. જયારે આજે વધુ ૫૫ કર્મીઓ પોઝિટીવ આવતા રાજ્યના પોઝિટીવ પોલીસકર્મીનો કુલ આંકડો ૧૩૨૮ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે રાજ્યના કુલ ૧૧ પોલીસકર્મીઓના મૃત્યુ થયાં છે જેમાં મુંબઇમાં એક, નાશિકમાં એક અને પુણેમાં એક પોલીસકર્મીનું મૃત્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.