અમદાવાદમાં તસ્કરોનો તરખાટ, મધ્ય રાત્રીએ ATM તોડી કરી 10 લાખ ઉપરાંતની ચોરી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ શહેરમાં ફરી વાત તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના બની છે. મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ભાર્ગવ રોડ પર રાતના સમયે બે શખ્સોએ ભેગા મળીને ગેસ કટરની મદદથી એટીએમમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી. જે ઘટનામાં સામેલ આરોપી સીસીટીવી ફૂટેજમાં કેદ થતા પોલીસે આરોપી ઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે.

અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભાર્ગવ નગર રોડ પર રવિવારે રાતના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. ખાનગી બેંકના એટીએમમાં ચોરીના ઈરાદે બે શખ્સો પ્રવેશ્યા હતા. જેમાં ગેસ કટર અને અન્ય સંસાધનો સાથે પ્રવેશી બેંકના એટીએમને ગેસ કટરથી કાપીને 10 લાખ 74 હજાર જેટલી રોકડ રકમની ચોરી કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈન્ડસઈન્ડ બેંકમાં ચોરીની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાંચની ટીમ સ્થળ પર પહોંચી હતી.

આરોપીઓએ ચોરી કર્યા બાદ ગેસ કટર સહિતના ઉપકરણો એટીએમ રૂમમાં જ મુકી ફરાર થઈ ગયા હોય આ મામલે પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદ લઈ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. એટીએમ રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં બે શકમંદ કેદ થયા છે. તેવામાં પોલીસે આ ઘટનાને પગલે મેઘાણીનગર પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે.

આ અંગે જી ડિવીઝનના ઈન્ચાર્જ એસીપી આર.ડી ઓઝા એ જણાવ્યું હતું કે મોડી રાત્રે બેથી ત્રણ વાગેના અરસામાં આ ઘટના બની હતી. આરોપીઓએ 20 થી 25 મીનીટમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ તો આરોપીઓના ફિંગરપ્રિન્ટ્સ સહિતના પુરાવા ઓ એકત્ર કરી આરોપી ઓની પકડવા માટે ટીમો કામે લગાડવા મા આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.