અમદાવાદમાં વહેલી સવારે કેટલાક વિસ્તારમાં વરસ્યો ધીમો વરસાદ
રાજ્યમાં શિયાળામાં ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે. આજે રાજયનાં કેટલાંક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યું છે. વહેલી સવારે અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં ધીમો વરસાદ વરસ્યો છે.
વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને વરસાદી છાંટા પણ પડયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાંક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં તેમજ વડોદરા, ભરૂચ, નર્મદામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.