શામળાજી નેશનલ હાઇવે 36 કલાકથી બંધ, વાહનચાલકોને દોડધામની સ્થિતિ

અરવલ્લી
અરવલ્લી

કોરોના મહામારી વચ્ચે રાજસ્થાનમાં છેલ્લા 15 દિવસથી શિક્ષક ભરતીના મામલે આંદોલન થઇ રહ્યું છે. આ ભરતી આંદોલનને પગલે અરવલ્લીનાં નેશનલ હાઈવે 36 કલાકથી બંધ હોવાથી પ્રશાસન દ્વારા વાહનો અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરાયા હતા. ડાયવર્ટ કરાયેલા આ માર્ગો પર જવા માટે અનેક કિલોમીટર ફરીને જવું પડે તેવી હાલત થઇ છે. હાલ અરવલ્લીનાં હાઇવે સૂમસામ બન્યા છે અને હાઇવેની હોટલો પર હજારો ટ્રકોનો જમાવડો થયો છે.

અરવલ્લી જીલ્લામાંથી પસાર થતો અમદાવાદ-ઉદેપુર હાઇવે છેલ્લા 36 કલાકથી બ્લોક છે. ત્યારે ડૂંગરપૂર અને બાંસવાડામાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. જોકે, આ આંદોલનની કોઈ અસર જિલ્લાના સરહદી વિસ્તારમાં નહી હોવાનું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું પોલીસવડાએ જણાવ્યું હતું. રાજસ્થાનમાં આ આંદોલનને લઇ વાહનો સળગાવી દેવા, પેટ્રોલપંપ ઉપર હુમલાથી માંડી ફરજ પરના સરકારી કર્મીઓ ઉપર ભારે પથ્થરમારાના બનાવો વધી રહ્યાં છે.

આંદોલને આક્રમક સ્વરૂપ લેતાં શામળાજી પોલીસ ટ્રાફિક ડાર્યવર્ટ કરવામાં લાગી છે. ઉદયપુર જતા વાહનો ભિલોડાથી ડાયવર્ટ કરીને ભિલોડા વાયા અંબાજી, આબુરોડ ડાયવર્ટ કર્યા છે. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે 8 બંધ કરી દેવામાં આવતા અનેક વાહનચાલકો અને લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. NH 8 પર વાહનોનો જમાવડો થઈ ગયો છે અને લાંબી કતાર લાગી છે. આ પરિસ્થિતિને કારણે અનેક લોકો અટવાયા છે.

                                               શું છે આંદોલન?

પરપ્રાંત રાજસ્થાનમાં બે વર્ષ પહેલા શિક્ષકોની 5431 જગ્યાઓ ઉપર ભરતી હાથ ધરાઈ હતી. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન અનામત બેઠકોની ઠરાવેલ ટકાવારી મુજબ આદીજાતીની 589 અને અન્ય 965 જગ્યાઓ ઉપર ઉમેદવારોની ભરતી કરાઈ હતી. બાકી રહેલ જગ્યાઓ ઉપર આદીજાતી વિદ્યાર્થી ઉમેદવારોની પસંદગીને લઈ પ્રશ્ન છેડાયો હતો. આ સાથે ટકાવારી અને બેઠકોના મુદ્દે ઉઠેલા વિવાદે આખરે આંદોલનનું સ્વરૂપ પડકયું હતું. જેના કારણે શિક્ષક ભરતી મુદ્દે છેલ્લા 15 દિવસથી રાજસ્થાન પ્રદેશમાં ચાલતા આ આંદોલને અચાનક હિંસક સ્વરૂપ પકડયું છે. ડુંગરપુરના પહાડી વિસ્તાર એવા કાંકરી ડુંગરી વિસ્તારમાં 20 જેટલા વાહનોમાં આગ ચાંપી દેવાની ઘટનાઓ બની હતી. પહાડી ટેકરી ઉપર ચડી ગયેલા આંદોલનકારીઓના ભારે પથ્થર મારાથી 20થી વધુ પોલીસ અધિકારીઓ,કર્મીઓ અને સરકારી અન્ય કર્મીઓ ઈજાગ્રસ્ત બન્યા હોવાને પગલે સુરક્ષા દળો દ્વારા ટીયરગેસ અને રબ્બરની ગોળીઓ આંદોલનકારીઓ પર છોડાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.