પૂરના પાણી ઓસર્યા બાદ શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા

ગુજરાત
ગુજરાત

જામનગરમાં ગયા અઠવાડીયે વરસેલી મેઘકહેરના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જામનગર શહેરમાં વરસેલા ધોધમાર વરસાદ અને રંગમતી નદીમાં આવેલા પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. લોકોએ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. પૂરના પાણી ઓસર્યા બાદ આ વિસ્તારોના લોકોની આપવીતી જાણવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જામનગરમાં વરસાદી પાણીના નિકાલના સ્થળ પર અને નદીના વહેણ આડે દબાણ કરી દેવાયા હોવાના કારણે પૂરની આ સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે હાઈકોર્ટના સીટીંગ જજ પાસે જ્યુડિશિયલ તપાસ કરાવવાની માગ કરી હતી. જામનગર શહેરમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન ત્રણ-ચાર દિવસમાં જ 20 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

લોકોની કિંમતી ઘરવખરી અને વાહનોને નુકસાન થયું હતું. જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની સાથે પૂર્વ સાંસદ વિક્રમ માડમ, મનપાના વિપક્ષી નેતા, પૂર્વ વિપક્ષી નેતા સહિત કોંગ્રેસના કોર્પોરેટર અને સંગઠનના હોદેદારો સાથે રહ્યા હતા. જામનગરમાં અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અત્યંત દયાજનક પરિસ્થિતિ છે. મેં જે વિસ્તારની મુલાકાત લીધી તેમાં નાના એવા ઘરમાં એક માળ સુધી પાણી ઘૂસી ગયું હતું અને લોકો પાસે કશું જ બચ્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.