
ગાંધીનગર જિલ્લામાં આગામી સમયમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે
સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે.ત્યારે આગામી 12 થી 14 જૂન દરમ્યાન જિલ્લામાં શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.જેના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.જેમા જિલ્લા કલેકટર હિતેષ કોયાને બેઠકમાં વિસ્તૃત માહિતી આપતાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણાઘિકારીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુચારું આયોજન અર્થે જિલ્લામાં 52 રૂટ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં દહેગામ તાલુકામાં 19,ગાંધીનગર તાલુકામાં 14,કલોલ તાલુકામાં 12,માણસા તાલુકામાં 7 રૂટનો સમાવેશ થાય છે.ત્યારે આ કાર્યક્રમ થકી 100 ટકા નામાંકનનો ઘ્યેય જિલ્લામાં હાંસલ કરવામાં આવશે તેમજ સાક્ષરતા દરની વૃઘ્ઘિ કરવી અને સ્ત્રી સાક્ષરતા દરની વૃઘ્ઘિના સઘન પ્રયાસ કરવામા આવશે.