સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે રાજ્યમાં સિઝનનો 69 ટકા વરસાદ થયો

ગુજરાત
ગુજરાત 23

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ જૂનાગઢ, જામનગર,પોરબંદર,ગીર-સોમનાથ,ડાંગ,વલસાડ તેમજ અમદાવાદમાં 1 થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજીતરફ રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. રાજ્યનો સિઝનનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. તેવા સમયે હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આમ બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમને એલર્ટ રહેવા સૂચના આપવામા આવી છે. વર્તમાન સમયમા લો-પ્રેશર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનની સાથે ઉત્તર ગુજરાત-કચ્છની આસપાસ સક્રિય થયું છે તેમજ બંગાળની ખાડીનું વેલમાર્ક લો-પ્રેશર પાંચ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારે આગામી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. જેમા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે, અમદાવાદમાં 1 થી 3 ઇંચ તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.