સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ સીઝનનો 24 ટકા વરસાદ નોંધાયો

ગુજરાત
ગુજરાત 31

ગુજરાતમાંથી નૈઋત્ય ચોમાસાએ વિદાય લીધી છે. ત્યારે રાજયમાં 102 ટકા વરસાદ પડયો છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વખતે સીઝનનો 24 ટકા વરસાદ પડયો છે. આમ સામાન્ય રીતે ચોમાસુ ૩૦ સપ્ટેમ્બરે વિદાય લેતુ હોય છે ત્યારે આ વખતે 15 દિવસ ચોમાસુ લંબાયુ છે. હવામાન ખાતાના કહેવા અનુસાર આ વખતે રાજયમાં 703.4 મી.મી વરસાદ પડયો છે. દર વર્ષે સામાન્ય રીતે 692.4 મી.મી વરસાદ પડતો હોય છે. જયારે બાકીના વિસ્તારમાં 12 ટકા વરસાદની ખાધ રહી છે. રાજયના 33 માંથી 20 જિલ્લામાં સામાન્યથી વધુ વરસાદ પડયો છે. કચ્છમાં ઓગસ્ટ મહિનો કોરો રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનો વરસાદ પડયો હોવાછતા કચ્છના મોટાભાગના ડેમોમાં નોંધપાત્ર આવક થઈ નથી. જેના પરિણામે શિયાળાની સીઝન ઠીક પરંતુ આવનારી ઉનાળાની ઋતુમાં ખેડુતો સહિત પશુપાલકોને હેરાનગતિ સહન કરવી પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.