સંખેડાના પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ ભીલ ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં ભળી ગયાં હતાં.ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ધીરૂભાઈ ભીલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેમની સાથે તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે.જેઓ અત્યારસુધીમાં 6 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.જેમાંથી 4 વખત વિજેતા થયા હતા.ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.જેમા તેમને ભાજપના ઉમેદવાર અભેસિંહ તડવીએ હરાવ્યા હતા.