
ગાંધીનગરના સેન્ડ આર્ટિસ્ટે બનાવી PM મોદીની ભવ્ય પ્રતિમા, 24 કલાકમાં પૂર્ણ કર્યું કામ
સેન્ડ આર્ટિસ્ટ અનિલ જોશીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીની પ્રતિમાની સાથે તેમણે જી-20 સમિટ પણ પ્રદર્શિત કરી હતી.
સેન્ડ આર્ટિસ્ટ અનિલ જોષીએ ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભવ્ય પ્રતિમા બનાવી છે. તેણે આ પ્રતિમા માત્ર 24 કલાકમાં પૂર્ણ કરી હતી. મોદીજીની આ પ્રતિમા બનાવવામાં અન્ય ત્રણ લોકોએ મદદ કરી છે.
મીડિયા સાથે વાત કરતા સેન્ડ આર્ટિસ્ટે કહ્યું, ‘અમે ત્રણ લોકો હતા, અને આ સ્ટેચ્યુને તૈયાર કરવામાં અમને 24 કલાકનો સમય લાગ્યો હતો.’ સેન્ડ આર્ટિસ્ટ અનિલ જોશીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીની પ્રતિમાની સાથે તેમણે જી-20 સમિટ પણ પ્રદર્શિત કરી હતી.
Tags Gandhinagar india modi PM MODI Rakhewal