
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનદાદાના મંદિરમાં આમ્ર મહોત્સવ
બોટાદ નજીક આવેલા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આમ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન દેવ પ્રત્યે દેશ-વિદેશમાં કરોડો ભક્તજનો આસ્થા ધરાવે છે. કષ્ટભંજન હનુમાનજી મહારાજને મંદિરના સંતો દ્વારા વિવિધ જાતની કેરીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. કોરોનાના કહેરના કારણે છેલ્લા ૨ મહિના કરતાં વધારે સમયથી ભાવિક ભક્તો માટે દર્શન બંધ છે. આમ મનોરથ યોજી લોકોના સ્વાસ્થ્ય માટે કષ્ટભંજન દેવને પ્રાર્થના કરવામાં આવી હતી.
શાસ્ત્રી હરીપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે, સાળંગપુરમાં લાકડાઉનમાં પણ દાદા સમક્ષ આમ્ર મહોત્સવ કર્યો હતો. દર વર્ષની જેમ આમ્ર મહોત્સવ કરીએ છીએ તેવી રીતે જ આ વર્ષે આમ્ર મહોત્સવ કર્યો હતો. આમ્ર મહોત્સવમાં માત્ર સંતો જ હાજર રહ્યા હતા. તેમજ કોરોનારૂપી મહામારીનો દાદા નાશ કરે અને સર્વ મંગલ થાય તેવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.