સાબરમતી-મહેસાણા-પાટણ મેમુ ટ્રેન આજથી શરૂ થશે
કોરોનાકાળમાં બંધ કરાયેલ એક્ષપ્રેસ ટ્રેનો બાદ મેમુ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે.જેમાં આજથી સાબરમતી- પાટણ વચ્ચે દોડતી મેમુ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે.સાબરમતી પાટણ વચ્ચે દોડતી મેમુ લોકલ કોરોનાના સમયગાળામાં બંધ કરવામાં આવી હતી અને કોરોના બાદ સવાર અને સાંજે મેમુ ટ્રેનો ચાલુ કરાઇ હતી.ત્યારે મુસાફરોની માંગ અને અનેક રજૂઆતના લીધે વિવિધ મેમુ ટ્રેનો ફરીથી પાટા પર દોડતી કરાઇ રહી છે.જેમાં 3 ઓગસ્ટથી રેલવે તંત્ર દ્વારા સાબરમતી-પાટણ વચ્ચે બંધ ટ્રેન ફરીથી ચાલુ કરાઇ રહી છે.જેમાં ટ્રેન નંબર 09369 જે સાબરમતીથી સવારે 9:15 કલાકે ઉપડશે અને બપોરે 11:35 કલાકે પાટણ પહોંચશે.જે ટ્રેન ફરીથી ટ્રેન નંબર 09370 પાટણથી બપોરે 12:10 વાગે ઉપડશે અને સાબરમતી બપોરે 2:25 વાગે પહોંચશે.આમ મહેસાણા તેમજ પાટણ વચ્ચેના કલોલ, ઝુલાસણ, ડાંગરવા, આંબલિયાસણ, ધિણોજ,શેલાવી,રણુંજ સહિતના સ્ટેશનો પર ઊભી રહેશે.જેના લીધે ગામડાના લોકોને અવર જવર માટે સુવિધા મળી રહેશે.