સાબરમતી આશ્રમનો ર્જીણોદ્ધાર રૂા.1200 કરોડના ખર્ચે થશે

ગુજરાત
ગુજરાત 30

વડાપ્રધાન મોદીના નિર્દેશથી અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમનો રૂા.1200 કરોડના ખર્ચે ર્જીણોધ્ધાર થશે. ગાંધીજીનાં વારસાને સંરક્ષણ અને બહેતર બનાવવાના લક્ષ્યથી તેનું કામ શરૂ થઈ ગયુ છે. આઝાદીના 75માં વર્ષે અમૃત મહોત્સવ અંતર્ગત થઈ રહેલા આયોજનોમા એક મહત્વનો એજન્ડા છે. જેને ખૂબ ઝડપથી દેશ સામે રજુ કરાશે. ગુજરાત સરકાર આ પ્રોજેકટમાં 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ આશ્રમ ગાંધીજીનાં વારસાને એવી રીતે સ્થાપિત કરશે કે પૂરા વિશ્વના લોકો ગાંધીજીને બહેતર રીતે જાણી શકશે. આ વિશ્વનો બહેતરીન આશ્રમ બનશે. નવો આશ્રમ માત્ર મોટો જ નહિં હોય બલ્કે તેમાં ગાંધી દર્શનને નજીકથી જોવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવશે. આમ આશ્રમનું કામ સંભાળી રહેલા અધિકારી કૈલાસનાથને જણાવ્યું હતું કે આશ્રમ અને સ્મારક સાથે જોડાયેલા ભવને વિખરાયેલા છે. તેનું એક કોમન પરિસર નથી પણ નવા સ્વરૂપમાં ગાંધીજીનો વારસો આશ્રમમાં પુરેપુરો પાછો આવી જશે. જેને આખુ વિશ્વ જોઈ શકશે. કૈલાસનાથન પીએમ મોદીના નજીકનાં વિશ્વાસું અધિકારી માનવામાં આવે છે. પ્રસ્તાવ અનુસાર ગાંધી આશ્રમનું પરિસર 5 એકરમાંથી વધીને 55 એકરનું થઈ જશે અને તેની સાથે જોડાયેલા દરેક 43 ભવન એક જ પરિસરમાં આવી જશે. મહાત્મા ગાંધીએ 1917માં સત્યાગ્રહ આશ્રમ બનાવ્યો હતો. જયાં તેઓ 1930 સુધી રહ્યા હતા. આ એ સમય હતો જયાં ભારતની આઝાદીની પટકથા આ આશ્રમમાં લખાઈ હતી. ત્યારે આ આશ્રમ 120 એકરમાં ફેલાયો હતો. જેમાં 47 એકરમાં ભવન પરિસર હતું. જેમાં 63 બીલ્ડીંગો હતી. પરંતુ બાદમાં વર્ષો બાદ ઉપેક્ષાનાં કારણે ગાંધી આશ્રમ માત્ર 5 એકરમા સીમીત રહી ગયો હતો. જ્યારે બાકી બચેલા 43 ભવન આશ્રમ પરિસરની બહાર નીકળી ગયા. કૈલાસનાથન અનુસાર આ આશ્રમ એવો દેખાશે જેવો 1949માં દેખાતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.