મુખ્યમંત્રી રૂપાણીએ ૭૧મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો રાજકોટથી પ્રારંભ કરાવ્યો

ગુજરાત
ગુજરાત

રાજકોટ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૭૧મા રાજ્યકક્ષાના વન મહોત્સવનો રાજકોટથી પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરની સરખામણીએ રાજકોટ હરિયાળી વ્યાપમાં ઘણું પાછળ છે. રાજકોટમાં હરિયાળીનો વ્યાપ અંદાજ માત્ર ૪ ટકા જ છે. ત્યારે ૧૫૬.૧૬ એકર જમીનમાં ગ્રીન બેલ્ટ વિકસાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. રાજકોટના આજી નદીના કાંઠે ૪૭ એકરમાં અર્બન ફોરેસ્ટ શ્ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવશે. અંદાજીત ૭૬૯ લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ શ્ સાંસ્કૃતિક વન વિકસાવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્ય્ હતું કે, આજે જન્મ દિવસ પર રાજકોટને ગ્રીન બેલ્ટ અને અર્બન ફોરેસ્ટમાં ઘનિષ્ટ વૃક્ષારોપણ કરવામાં આવશે. સાથે જ જ્યારે ૫ ઓગસ્ટના રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્ય્ છે, ત્યારે રાજકોટમાં નિર્માણ લઈ રહેલ વનને ‘રામ વન’ નામ આપવામાં આવશે. ૪૭ એકર ખુલ્લી જમીનમાં નિર્માણ થઇ રહેલ અર્બન ફોરેસ્ટ અને સંસ્કૃતિકના વનમાં તીર્થકર વન, નક્ષત્ર વન અને રાશિ વન માનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ ઔષધીય વનના ભાગો વિકસિત વનવિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. સાથે જ રાજકોટવાસીઓને ફરવાલાયક એક નવું સ્થળ વિકસિત થશે તેવું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.