સ્કૂલો ફરીથી ઓનલાઈન કરો, સામાજિક અને રાજકીય-ધાર્મિક મેળાવડા બંધ કરો

ગુજરાત
ગુજરાત

રાજ્યભરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્ય સરકાર સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ રજૂઆત કરી છે, સાથે જ જનતાને પણ અપીલ કરતા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે વિનંતી કરી છે. IMAએ હાલ બાળકોમાં ચાલી રહેલા રસીકરણની સાથે જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ રહ્યા તેઓને પણ રસી આપવામાં આવે, સાથે સાથે પરિસ્થિતિ અને સંયોગો જોતા શાળામાં શૈક્ષણિક કાર્ય ફરીથી ઓનલાઇન કરવા ચેતવણીની ભાષામાં સૂચન કર્યું છે.

ઈન્ડીયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચે રાજ્ય સરકારને વર્તમાન કોવિડની પરિસ્થિતિને જોતા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યાં છે. જેમાં વિદેશથી આવનાર તમામ પ્રવાસીઓ માટે કોવિડ ટેસ્ટ કર્યા બાદ પ્રવેશ અને તેમના માટે ક્વોરન્ટીન પોલિસી તૈયાર કરવામાં માટે માંગ કરી છે. એટલું જ નહીં પરંતુ રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવા, ઉપરાંત ભેગા થવાના કોઈ સ્થાન પર ક્ષમતાના 25% ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.