
આજે બનાસકાંઠા જીલ્લા સહીત આ પાંચ જીલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ, જાણો કેવું રહેશે આજનું હવામાન
હવામાન વિભાગ અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવા આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં આજે બનાસકાંઠા, પાટણ મહેસાણા, મોરબીમાં, જુનાગઢમાં પણ મૂશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. તો સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવશે.
તેમજ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે આજે કચ્છ, પાટણ અને મોરબીમા અતિભારે વરસાદ રહેશે. જયારે બનાસકાંઠા, દ્વરકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો 20 સપ્ટેબરે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ગીરસોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણાનો સમાવેશ થાય છે. તો કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ગીરસોમનાથ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે રાજ્યના 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.