રાજ્યમાં કોરોના પોઝીટીવના રેકોર્ડબ્રેક ૬૮૭ કેસ નોંધાયા

ગુજરાત
corona
ગુજરાત

અમદાવાદ : રાજ્યમાં સતત એક સપ્તાહથી કોરોના પોઝીટીવનો આંકડો ૬૦૦ને ઉપર જઈરહ્યો છે. આજે વીતેલા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૭૮૦૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૬૮૭ કેસો પોઝીટીવ આવ્યા હતા. રાજ્યમાં આ સાથે કોરોના સંક્રમીતનો કુલ આંકડો ૩૪ હજારને પાર થઈ ૩૪૬૮૬ પર પહોંચ્યો છે. જ્યારે આજે વધુ ૧૮ના મોત કોરોનાને લીધે થતા કુલ મૃત્યુઆંક ૧૯૦૦ને પાર થઈ ૧૯૦૬ થયો છે. રાજ્યમાં આજે ૩૪૦ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૨૪૯૪૧ લોકો કોરના મુક્ત થયા છે. હાલની Âસ્થતિએ રાજ્યમાં ૬૧ દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. તે સાથે એક્ટીવ કેસ કોરોનાના ૭૮૩૯ છે. રાજ્યમાં સતત કોરોના સંક્રમણના કેસો સતત વધતા જાય છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૮ મોત નોંધાયેલ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૦, સુરત કોર્પોરેશનમાં અને જિલ્લામાં ૨, પંચમહાલમાં ૧ અને ખેડામાં ૨ મોત નોંધાયા છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેર અને ગ્રામ્ય તેમજ સુરત શહેર અને ગ્રામ્યમમાં કોરોના પોઝીટીવીના એક સરખા ૨૦૪ કેસ નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.