રાજ્યમાં કુલ પોઝિટવ કેસનો આંકડો 74,390 અને મૃત્યુઆંક 2,715એ પહોંચ્યો, રિકવરી રેટ 77.15 ટકા થયો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 74,390 કેસ નોંધાઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક 2,715એ પહોંચ્યો છે. તેમજ 57,393 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. છેલ્લા એક મહિનાથી દરરોજ 1000થી વધુ કેસ તેમજ 20થી વધુના મોત થયા છે. હાલમાં 14,282 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 વૅન્ટિલેટર પર છે અને 14,207ની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 11 લાખ 9 હજાર 5 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રિકવરી રેટ 77.15 ટકાએ પહોંચ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,152 કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 977 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે સૌથી વધુ રાજકોટમાં 6 મોત થયા છે. ત્યારબાદ સુરતમાં 5 અને અમદાવાદમાં 4 દર્દીના મૃત્યુ થયા છે.

અમદાવાદ. હવે શહેરમાં કુલ 236 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર થઈ ગયા છે. ગઇકાલના 241 વિસ્તારમાંથી આજે 19 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે 14 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે. 14 નવા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં નોર્થ ઝોનનો 1, નોર્થ-વેસ્ટ ઝોનના 4, સાઉથ ઝોનના 2, ઇસ્ટ ઝોનના 3, વેસ્ટ ઝોનના 4 વિસ્તારનો સમાવેશ થાય છે.

શહેરના 19 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. જેમાં સાઉથ-વેસ્ટ ઝોનના 4, નોર્થ ઝોનનો 2, નોર્થ-વેસ્ટ ઝોનના 5, સાઉથ ઝોનના 1, ઇસ્ટ ઝોનના 5, વેસ્ટ ઝોનના 2 વિસ્તારનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.