ઉમરપાડા અને ઉંમરગામમાં ૪ ઈંચ તો સોનગઢમાં બે કલાકમાં ૩ ઇંચ વરસાદ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં ૩ ઇંચ જેટલો વરસાદ, વલસાડ સિટી અને ભરૂચના અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૧ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો તાપીના સોનગઢમાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.