Home / News / રાકેશ ટિકૈતનું એલાનઃ હવે ગુજરાતમાં મજબૂત કરીશું આંદોલન, ચરખો કાંતીને કંપનીઓને ભગાવીશું
રાકેશ ટિકૈતનું એલાનઃ હવે ગુજરાતમાં મજબૂત કરીશું આંદોલન, ચરખો કાંતીને કંપનીઓને ભગાવીશું
કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની આગેવાની હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈત કરી રહ્યા હોવાનું જણાય છે. ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈત ઘણા લાંબા સમયથી ચર્ચાઓમાં છે. ત્યારે હવે તેમણે જાહેરાત કરી છે કે કૃષિ કાયદાના વિરૂદ્ધની લડાઈને મજબૂત કરવા તેઓ ગુજરાતની મુલાકાત પણ લેશે.
રાકેશ ટિકૈતા રવિવારે કહ્યું કે, ગુજરાત, મહારાષ્ટ્રના અનેક ખેડૂતો દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનનો સતત હિસ્સો બનેલા છે. આ સંજોગોમાં હે તેઓ આ રાજ્યોમાં જઈને ખેડૂત આંદોલનને મજબૂત કરવા પ્રયત્ન કરશે. નવા કૃષિ કાયદાની ટીકા કરતા રાકેશ ટિકૈતે કહ્યું કે, નવા કાયદાઓથી ખેડૂતોનું ભલુ નહીં થાય. આજે જે દૂધ ગામડાઓમાં 20-22 રૂપિયે પ્રતિ લિટરના ભાવે મળે છે તે શહેરોમાં 50 રૂપિયા પ્રતિ લિટર દીઠ વેચાઈ રહ્યું છે. આ રીતે જો ખેતી પણ પ્રાઈવેટ કંપનીઓના હાથમાં આવી જશે તો પાકના ભાવ પણ આ રીતે જ નિર્ધારિત થશે.
ગુજરાતથી આવેલા ખેડૂતોએ રવિવારે રાકેશ ટિકૈતને ચરખો સોંપ્યો હતો. રાકેશ ટિકૈતે કહ્યું કે, ગાંધીજીએ ચરખો ચલાવીને અંગ્રેજોને બહાર કાઢ્યા, આપણે પણ ચરખો ચલાવીને કંપનીઓને બહાર મોકલીશું. અમે ગુજરાત જઈને ખેડૂતોને એકઠા કરવાનું કામ કરીશું.