આજે રાજ્યસભાની ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસની અગ્નિપરીક્ષા

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર: વર્તમાન કોરોના મહામારીની વચ્ચે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે આજે ૧૯ જૂન શુક્રવારે મતદાન થવાનું છે. ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી ભારે રસાકસીભરી આ ચૂંટણીમાં મતદાર તરીકે પ્રત્યેક ધારાસભ્યનો વોટ મહત્વનો બની રહે તેમ છે. ભાજપના રાજ્યસભાના ત્રણેય ઉમેદવારોમાં નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલાબેન બારા છે તથા કોંગ્રેસના બે ઉમેદવારો શÂક્તસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે., કોંગ્રેસ પાસે ૬૫ મત છે અને ભાજપ પાસે ૧૦૩ મતો છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને મતદાન કરતી વખતે ગોહિલને પ્રથમ અગ્રતા આપી છે. એનસીપીનો એક વોટ છે, છોટુભાઇ વસાવાની બીટીપી પાર્ટીના બે વોટ છે. એક અપક્ષ છે. એક બેઠક ખાલી છે. અગાઉ મોકૂફ રખાયેલી આ ચૂંટણી ૧૯ જૂનના રોજ યોજવાની જાહેરાતના પગલે કોંગ્રેસના બે ધારાસભ્યોએ લોકડાઉનમાં રાજીનામા આપતાં કોંગ્રેસમાં ફરીથી ખળભળાટ મચ્યો હતો. અને આ બે રાજીનામાનો વિવાદ શાંત પડે તે પહેલાં વધુ એક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ સભ્યપદેથી રાજીનામુ આપીને કોંગ્રેસને બે બેઠકો જીતવી લગભગ અશક્્ય બનાવ્યું છે. નંબર ગેમમાં ભાજપ હાલમાં આગળ હોવાથી તે કોંગ્રેસ પાસેથી એક બેઠક છિનવી લે તેમ છે. જા કે કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપમાંથી ક્રોસ વોટિંગ થશે અને અમારા બન્ને ઉફમેદવારો જીતશે. ચૂંટણી જાહેર થઇ ત્યારની પક્ષવાર Âસ્થતિ પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ બન્ને બબ્બે બેઠકો જીતી શકે તેમ હતા. પરંતુ ભાજપે ત્રીજા ઉમેદવાર ઉતારીને નંબર ગેમમાં ત્રીજી બેઠક પણ જીતવાનું આયોજન કર્યું છે. બન્ને પક્ષે પોતાના સભ્યોને સાચવવા ઘેરાબંધી કરવામાં આવી છે. વર્તમાન કોરોનાના સંક્રમણની Âસ્થતિમાં શુક્રવારે સવારે ૯થી સાંજના ૪ વાગ્યા દરમિયાન રાજ્યસભાના મતદારો (ધારાસભ્યો) સંપૂર્ણ સલામતી રીતે અને સોશીલય ડિસ્ટÂન્સંગ સાથે મતદાન કરી શકે તે માટે મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીએ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. આરોગ્ય વિભાગ દ્વારા અધિકારીની નિયુÂક્ત સાથે મતદાન મથકમાં પ્રવેશનાર દરેક મતદારનું બોડી ટેમ્પરેચર માપવામાં આવશે. જા નિયત આંક કરતાં તાપમાન વધારે જણાશે તો એમને એક અલાયદી ચેમ્બરમાં બેસાડાશે. એ પછી માસ્ક અપાશે અને હેન્ડ સેનિટાઇઝ કરાશે. મતદા પૂર્વે સમગ્ર મથકને સેનિટાઇઝ કરાશે. ચૂંટણીના મતદાન પૂર્વે કોઇ મતદારને કોરોનાનું સંક્રમણ જણાય તો એને પીપીઇ કિટ પહેરાવી મતદાન કરી શકે તેની પણ જાગવાઇ રખાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.