
રાજુલા એસ.ટી.ડેપોમાં અમદાવાદ-બાપુનગર રૂટમાં નવી બસ ફાળવવામાં આવી
રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં એસ.ટી.વિભાગને મોટા રૂટમાં જૂની જર્જરિત એસ.ટી.બસો બદલાવી નવી બસો ફાળવવાનું શરૂ કર્યું છે.ત્યારે તેનાં ભાગરૂપે અમરેલી જિલ્લાના રાજુલા એસ.ટી.ડેપોમાં ગુજરાતી પરપ્રાંતી માણસો સૌથી વધુ મુસાફરી કરતા હોય છે.ત્યારે આજે ત્યાં અમદાવાદ-બાપુનગર રૂટની એસ.ટી.બસ જૂની બદલાવી રાજય સરકાર દ્વારા નવી બસ ફાળવતા રાજુલા ભાજપના પ્રતિનિધી મંડળે ઉપસ્થિત રહી લીલીજંડી આપી એસ.ટી.બસ શરૂ કરવામાં આવી છે.જે પ્રસંગે એસ.ટી ડેપો મેનેજર સહિત કર્મચારીઓ,આગેવાનો,વેપારીઓએ ઉપસ્થિત રહી નવી એસ.ટી.બસને ખુલ્લી મૂકી છે.