રાજકોટના જામકંડોરણાના પાદરીયા ગામમાં 3 બાળકોના મોત થયા છે. જેમાં પાદરીયા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમાં ખેત મજૂરીએ આવેલા મજૂરોના બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. તથા મામલતદાર અને PI સહિત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે. તરવૈયા દ્વારા ત્રેણય બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ત્રણેય બાળકોના મૃતદેહને જામકંડોરણા હોસ્પિટલ ખસેડાયા છે. ખેત મજૂરોના ત્રણ બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
બાળકો આજે સવારે તળાવમાં ન્હાવા ગયા હતા; ઉલ્લેખનીય છે કે આ બાળકો આજે સવારે તળાવમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે અચાનક તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબવા લાગ્યા હતા. જ્યારે બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાં આસપાસના લોકો અને તરવૈયાઓને ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, લાંબા સમયની શોધખોળ બાદ ત્રણેય બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં મૃતક ભાવેશ ડાંગી (ઉં. 6), હિતેશ ડાંગી (ઉં. 8) અને નીતેષ માવી (ઉં.7) જેમાંથી બે બાળકો સગાભાઇ હોવાનું જાણવા મળ્યું છે.