રાજકોટ જળબંબાકાર, ઘરોમાં 5 ફૂટ સુધી પાણી ભરાયાં

ગુજરાત
ગુજરાત 63

ભાદરવા મહિનામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. રાજકોટ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધું છે. સાડા 11 ઇંચ વરસાદમાં શહેર આખું જળબંબાકાર બની ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા પહોંચી હતી, જેમાં શહેરના લલુડી વોકળીનો આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. મકાનોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાતાં લોકો ઘરમાં જ ફસાયા છે. ત્યારે ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.