રાજકોટના રૈયામાં સરકારી હોસ્પિટલ નિર્માણ પામશે

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં વસ્તીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરની જનસંખ્યા 20 લાખને ઉપર પહોંચી ગઈ છે. જેના પગલે શહેરમાં વધુ એક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેના માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા રૈયામાં 10,000 ચો.મીની જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે. શહેરમાં આજે સિવીલ હોસ્પિટલ તેમજ પદ્મકુંવરબા હોસ્પિટલ એમ બે હોસ્પિટલો કાર્યરત છે. જેમાં વધુ એક હોસ્પિટલનો ઉમેરો થતા નગરજનોની આરોગ્ય સુવિધામાં વધારો થશે. બીજીતરફ જામનગર રોડ પર એઇમ્સ ખાતે આગામી માસથી ઓપીડીની સુવિધા શરૂ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. કોરોનાકાળમાં સરકારી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાતા દર્દીઓને નછૂટકે ખાનગી હોસ્પિટલોમાં સારવારનો સહારો લેવો પડયો હતો. ત્યારે સંજોગોમાં નવા રાજકોટના રૈયા ગામમાં 10,000 ચો.મી. ઉપર સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયા કરવામા આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.