રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો

ગુજરાત
ગુજરાત

આગામી 8મેથી રાજકોટ-પોરબંદર સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જે અંગે પશ્ચીમ રેલવેએ રાજકોટ-પોરબંદર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.8મીમે 2023થી આ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 30 મિનિટ વહેલા ઉપડશે.ત્યારે તે તેના વર્તમાન સમય 15:15 કલાકના સમયને બદલે 14:45 કલાકે ઉપડશે અને પોરબંદર સ્ટેશને 19:10 કલાકે પહોંચશે.આ સિવાય ટ્રેન નંબર 09596 પોરબંદર- રાજકોટ સ્પે. ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ટ્રેનના સમય,સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે વેબસાઈટની મુલાકાત કરવા જણાવ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.