રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો

ગુજરાત
ગુજરાત

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે.જે અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.આ અકસ્માતની ઘટનામાં બેથી ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.રાજકોટ-અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લાની હદ્દમાં આવેલા સાયલા ડોળિયા ગામ નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે.જેમાં અત્યારસુધીમાં 4 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા છે.ત્યારે આ તમામ મૃતકો અરવલ્લી જિલ્લાના મોડાસાના વોલ્વા ગામના રહેવાસી હતા.આમ અકસ્માની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.