ભરૂચમાં વરસાદી માહોલ જામ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભરૂચ શહેર અને જિલ્લામાં નેઋત્યનું ચોમાસુ બેસી જવા સાથે મૌસમના પેહલા વરસાદે જ શાનદાર પધરામણી નોંધાવી છે. ભરૂચ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ, અંકલેશ્વર તાલુકામાં 1.5 ઇંચ, વાગરામાં દોઢ ઇંચ, ઝઘડિયામાં 15 મિમી, હાંસોટમાં 7 મિમી, જંબુસરમાં 6 મિમી, વાલિયા-નેત્રંગમાં 3 મિમી અને આમોદમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.
ભરૂચ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ, અંકલેશ્વર તાલુકામાં 1.5 ઇંચ, વાગરામાં દોઢ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાયા છે. ભરૂચના સેવાશ્રમ રોડ પર બે દશક જૂની પાણી ભરાવાની સમસ્યા હલ કરવા પાલિકાએ 3કરોડના ખર્ચે હેવી પેવર બ્લોકના માર્ગની કામગીરી શરૂ કરી હતી. જોકે, મૌસમના પ્રથમ વરસાદે જ ભરૂચનું આ વોટર લોગીંગ સ્પોટ હેવી પેવર બ્લોકના માર્ગ પર હાવી રહેતા પાલિકાની કામગીરી વિફળ રહી હોવાનું અને પ્રજાના 3 કરોડ પાણીમાં ગયાનો ગણગણાટ ઉભો થયો છે.