દક્ષિણ ગુજરાતના ૨૬ તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડ ૨.૫ અને ઉમરગામમાં ૨.૩ ઈંચ.

ગુજરાત
ગુજરાત

વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના ૨૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ત્રણ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ જિલ્લાના જ ઉમરગામમાં ૨.૩ ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે નવસારી જિલ્લાના જલાલપોરમાં પણ ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાતા આગામી ચાર દિવસ સુધી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વલસાડ તથા ડાંગ જિલ્લામાં કેટલાક સ્થળે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.