
દક્ષિણ ગુજરાતમાં આગામી 9-10 જૂન દરમ્યાન વરસાદની આગાહી કરાઇ
અરબી સમુદ્ર પર સર્જાયેલ વાવાઝોડાના પગલે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠે આગામી 9 અને 10 જુનના રોજ 30 થી 40 કી.મી કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ તેમજ વીજળી પડવાની ઘટના બની શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા તત્રને એલર્ટ કરાયુ છે.જેમા સુરત ફ્લડ સેલના જણાવ્યા મુજબ હવામાન વિભાગની આગાહી મુજબ વર્તમાનમાં દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાયેલ છે જેનું લોકેશન પોરબંદરથી 1160 કી.મીના અંતરે દક્ષિણમાં આવેલુ છે.જે ઉતર દિશામાં ગતી કરી રહ્યુ છે,જે આગળ જતાં સાયક્લોનમાં પરીવર્તીત થઈ શકે છે.જેમા હાલ તેની અસર કર્ણાટક,ગોઆ,મહારાષ્ટ્ર પર થઈ શકે છે ત્યારે તેનું મોનીટરીંગ થઈ રહ્યું છે.ત્યારે માછીમારોને સલાહ આપવામાં આવી છે કે અરબ સાગરમાં ન જાય તેમજ દરીયામાં ગયેલા માછીમારો કાંઠે પરત આવી જાય.આગામી 9 અને 10 જુનના રોજ સુરત જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતના દરીયાકાંઠે 30-40 કીમી કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.જેમા હળવો વરસાદ તેમજ વીજળી પડવાની ઘટના બની શકે છે.