
સોરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમા વરસાદની આગાહી કરાઇ
ગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે.ત્યારે અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે.જેમા ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં આજથી ગરમીથી રાહત મળશે અને શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.બીજીબાજુ જૂનના પ્રથમ સપ્તાહમા વાવાઝોડાની આગાહી કરી છે.આમ આગામી 28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.જેમાં રાજ્યના સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે રાજયના રાજકોટ,અમરેલી, ભાવનગર,પોરબંદર,પાટણ,મહેસાણા,બનાસકાંઠા,સાબરકાંઠા,વડોદરા,આણંદ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.દરિયામાં સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી દરિયાકાંઠે તેમજ આસપાસના વિસ્તારોમા ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.દરિયામાં માછીમારી કરવા જનારા માછીમારોને પણ ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.