ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં વરસાદ, 6 કલાકમાં મહેસાણાના બહુચરાજી અને કડીમાં 7 ઇંચ

ગુજરાત
ગુજરાત

15 જૂનથી ચોમાસું બેઠા બાદ ઉત્તર ગુજરાતમાં જોઇએ તેવો વરસાદ શરૂઆતમાં પડ્યો ન હતો, અત્યાર સુધી વરસાદની ખેંચ ભોગવી રહેલા ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને 6 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના 48 તાલુકામાં સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના બહુચરાજી અને કડીમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતના 6 તાલુકામાં 4થી 7 ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 14 તાલુકામાં 2થી 4 ઇંચ સુધી, 15 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી અને 13 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

બનાસકાંઠાના કલેક્ટરે ટ્વીટ કરીને જણાવ્યું છેકે, ગત 24 કલાકથી જિલ્લાના કેટલાક વિસ્તારોમા થઇ રહેલ ભારે વરસાદથી કેટલાક તાલુકાઓમા ખાસ કરીને દાંતા તેમજ અમીરગઢ તાલુકામાંથી પસાર થતી નદીઓમા જળસ્તર વધ્યું છે. જેથી તે વિસ્તારમાંથી પસાર થતી નદીઓના કિનારે આવેા પ્રવાસનધામનો પ્રવાસ હાલ પુરતો ટાળવા તમામ નાગરિકોને વિનંતી છે.

 


ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોન્સુન સાથે ચોમાસાના કુલ 83 દિવસ વિત્યા છે. 5 ઓગસ્ટ સુધીના 66 દિવસમાં સરેરાશ 9 ઇંચ વરસાદ મળ્યો હતો. જ્યારે 6 ઓગસ્ટથી અત્યાર સુધીના 17 દિવસમાં સરેરાશ 10 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે કે, આ 17 દિવસમાં 119% વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસુ વધુ સક્રિય થવા પાછળનું કારણ એ છે કે, ઉત્તર ગુજરાતને વરસાદ આપતી બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમ છેલ્લા 17 દિવસમાં બે વખત મળી છે. બીજી બાજુ ચોમાસું પૂરું થવાને હવે 24 દિવસ બાકી છે. ત્યારે પાટણ જિલ્લામાં સરેરાશ 4 ઇંચ, બનાસકાંઠામાં 8.25 ઇંચ, મહેસાણા અને સાબરકાંઠામાં 11-11 ઇંચ અને અરવલ્લી જિલ્લામાં 14.50 ઇંચ વરસાદની જરૂરિયાત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.