કોરોનાનું સંક્રમણ અટકાવવા ખાનગી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ, ધર્મસ્થાનકો બંધ રહેશે : મુખ્યમંત્રી

ગુજરાત
ગુજરાત 209

ગુજરાતના તમામ વિસ્તારોની ખાનગી ઑફિસોમાં પણ એક સમયે ૫૦ ટકાથી વદુ કર્મચારીઓ હાજર રહી શકશે નહિ. કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે ખાનગી ઑફિસોએ પણ તેમના કર્મચારીઓને એકાંતરે હાજર રહેવાની સૂચના આપવી પડશે. બીજીતરફ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે એપ્રિલ અને મે મહિના દરમિયાન ધર્મસ્થાનકોને બંધ રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક ધર્મના વડાઓને આજે અનુરોધ કર્યો હતો. આ સાથે જ દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર એપ્રિલ અને મે મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકોના જાહેરમાં એકત્રિત થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. લોકો આસ્થા મુજબ ઘરમાં જ તહેવારોની ઉજવણી કરે તેમ મુખ્યમંત્રીએ આજે જાહેર કર્યું હતું.

ગુજરાત સરકારે ૧૨મી એપ્રિલે મોડી સાંજે બહાર પાડેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે લગ્ન સમારોહ કે પછી ખુલ્લી જગ્યામાં કોઈપણ કારણોસર ૫૦થી વધુ જણ એકત્રિત થઈ શકશે નહિ. ૧૪મી એપ્રિલથી આ નિયમ લાગુ પડશે. રાત્રિ કરફ્યુ દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહિ. મૃત્યુના કિસ્સામાં અંતિમ ક્રિયામાં પણ ૫૦થી વધારે વ્યક્તિને એકત્રિત કરી શકાશે નહિ. જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો યોજવા, સત્કાર સમારોહ યોજવા કે અન્ય મેળાવડાઓ યોજવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

એપ્રિલ અને મે મહિના દરમિયાન આવતા દરેક તહેરોવો જાહેરમાં ઉજવી શકાશે નહિ. આ માટે લોકો જાહેરમાં એકત્રિત થઈ શકશે નહિ. તમામ તહેવારો પોતાની આસ્થા મુજબ ઘરમાં જ ઉજવવાના રહેશે. ગુજરાતના તમામ ધાર્મિક સ્થાનકોને ૩૦મી એપ્રિલ ૨૦૨૧ સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનકો ખાતે દૈનિક પૂજા-વિધી ધાર્મિક સ્તાનોના સંચાલકો, પૂજારીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે જ કરવાની રેશે. શ્રદ્ધાળુઓ પણ ધાર્મિક સ્થાનકોમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે ન જાય તે માટે વિનંતી કરવામાં આવી છે.

આજે મોડી સાંજે ફેસબુક પર લાઈવ રજૂઆત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તુત જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકારી, અર્ધસરકારી, બોર્ડ, નિગમ તથા તમામ પ્રકારની ખાનગી ઑફિસો માં કર્મચારીઓની હાજરી ૫૦ ટકા જ રાખવાની રહેશે. દરેકે એકાંતરે કર્મચારીઓને ઓફિસમાં બોલાવવાના રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહિ. આ સાથે જ દરેક નાગરિકને કોવિડ-૧૯ સંબંધી માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.તેમણે કહ્યું હતું કે સરકારે ઓક્સિજનના પુરવઠામાં પણ અવરોધ ન આવે તે માટે પગલાં લીધા છેે. રાજ્યમાં ઓક્સિજનના થતાં કુલ ઉત્પાદનમાંથી ૭૦ ટકા ઓક્સિજન કોરોનાના દર્દીઓની સારવાર માટે અનામત રખાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.