પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મન કી બાતમાં બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂતની સફળતા દર્શાવી

ગુજરાત
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મન કી બાતમાં બનાસકાંઠાના એક એવા પ્રગતિશીલ ખેડૂતની સફળતા દર્શાવી જેણે તમામ અડચણો વચ્ચે ખેતીનો માર્ગ અપનાવ્યો અને વર્ષે ૬૦ લાખનો ચોખ્ખો નફો રળી રહ્યા છે. આ ઉપરાંત અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કરી અન્યો માટે પથદર્શક બની રહ્યા છે.
ખેતરમાં પાકની માવજત કરી રહેલ બનાસકાંઠાના રામપુરા વડલા ગામના ઇસ્માઇલભાઈ શેરુંએ બી.કોમ ફર્સ્ટ કલાસ સાથે પાસ કરી ખેતીમાં ઝંપલવાનું નક્કી કર્યું, પરંતુ ખેતીમાં નુકશાન ભોગવી ચૂકેલ પિતાએ ઇસ્માઇલભાઈને ખેતીના બદલે નાની મોટી નોકરી શોધી લેવા જણાવ્યું, પરંતુ મક્કમ ઇરાદાના ઇસ્માઇલભાઈ ખેતી જ કરવાની જિદ્દ પકડી,અંતે પિતાએ એક વર્ષમાં ખેતીમાં સફળ થઇ બતાવવાની શરતી પરવાનગી આપી અને ઇસ્માઇલભાઈએ પ્રથમ વર્ષે જ ખેતીમાં ૫ લાખનો નફો કરી બતાવ્યો, તે દિવસથી આજદિન સુધી ઇસ્માઇલભાઈએ પાછળ ફરીને જોયું નથી અને જોત જોતામાં તેઓ આજે પિતાના ૪૦ હજારના દેવામાંથી મુક્ત થઈ વર્ષે ૫૦ થી ૬૦ લાખનો ચોખ્ખો નફો કમાતા થયા છે.
ઇસ્માઇલભાઈ તમામ પ્રકારની બાગાયતી ખેતી કરે છે,બટાકામાં તેઓ એક એકરમાંથી સર્વાધિક ઉત્પાદન કરી રહ્યા છે,તેમજ પોતાના બટાકાને તેઓ સીધા જ મોટી મોટી કમ્પનીઓને વેચી વચેટિયા ઓ વિના જ લાખો રૂપિયાનો નફો કમાઇ રહ્યા છે. તેઓ ઉચ્ચ ક્વોલિટીના બટાકા તેમજ એક એક બટાકું બબ્બે કિલો વજનનું ઉત્પાદિત કરી રહ્યા છે. આ ઉપરાંત પપૈયાં, તરબૂચ સહિત તમામ બાગાયતી પાકોમાંથી દર વર્ષે કુલ ૬૦ લાખ રૂપિયા સુધીનો નફો પ્રાપ્ત કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિમાં તેમને સરકાર તરફથી કૃષિ સાધનો ખરીદવા માટે દર વખતે સબસીડી સ્વરૂપે સહાય મેળવી રહ્યા છે. આ ઉપરાંત ઇસ્માઇલભાઈ એ પોતાના જેવા પ્રગતિશીલ ખેડૂતો સાથે મળી અન્ય નાના ખેડૂતોને ટ્રેનિંગ આપી તેમને સમૃધ્ધ કરવાનું બીડું ઝડપ્યું છે. ત્રણ લાખ ખેડૂતોને તાલીમ આપવાની સાથે સહિયારી ખેતીના કોન્સેપટથી અનેક ખેડૂતોને તેઓ આગળ વધારી રહયા છે.
ઇસ્માઇલભાઇનું સ્વપ્ન છે કે યુવાનો નાની મોટી ખેતીની જમીનમાં પણ દ્રઢ ઈચ્છા શક્તિથી ખેતી કરે તો આજની બેરોજગારીની જટિલ સમસ્યા પણ ખેતીથી હલ થઈ શકે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.