ભગવાન જગન્નાથજીની કળશ અને રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી

ગુજરાત
ગુજરાત

કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ છેલ્લા 14 વર્ષથી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે.ત્યારે આ વર્ષે આગામી તા. 20-6-2023ના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીની ભવ્યતાથી ભવ્ય શોભાયાત્રા નિકળશે.ત્યારે તેના અંતગર્ત આવતીકાલ સાંજે 4 વાગે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 151 બહેનો માથે કળશ લઇ વાજતે ગાજતે કુવામાંથી પાણી ભરવા જશે.જે જળથી આગામી 19-6-2023ના રોજ ભગવાનનો અભિષેક કરવામા આવશે.જેમાં હજારોની સંખ્યામાં ભક્તો રસ્તાઓ પર ઉમટી પડવાની શક્યતા હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.ત્યારે આ અંગે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસજી ગુરૂ રામકિશોર દાસજી બાપુએ જણાવ્યું હતું કે તેમની આગેવાનીમાં છેલ્લા 14 વર્ષથી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે.આ વર્ષે 20 જૂનના રોજ ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની શોભાયાત્રા નિકળશે.આ યાત્રાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો છે.જેમા આ વખતની શોભાયાત્રામાં વૃંદાવન થી રાધેકૃષ્ણ વૃંદ આવશે તેમજ ઉજ્જૈન થી શિવ તાંડવ ગ્રુપ આવશે.જે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે.ભગવાન જગન્નાથજીનો શણગાર વૃંદાવનમાં તૈયાર થઇ રહયો છે.જેમા રથની પૂજનવિધી થઇ ચુકી છે.રથનું શુશોભન કાર્ય ચાલુ છે રથયાત્રાની તૈયારીઓ માટે તા.4ને સાંજે 7 વાગ્યે જગન્નાથ મંદિર ખાતે વિવિધ હિન્દુ સંગઠનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.