ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો ૧૪૦૦૦ને પાર, જ્યારે મૃત્યુઆંક ૮૫૮એ પહોંચ્યો

ગુજરાત
CORONA
ગુજરાત 306

રખેવાળ, ગુજરાત

રાજ્યમાં દરરોજ કોરોના પોઝિટિવની સંખ્યા સરેરાશ ૩૦૦થી વધુની થઈ ગઈ છે. ગઇકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૯૪ નવા કેસ નોંધાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કેસનો આંકડો ૧૪૦૬૩ થઈ ગયો છે જ્યારે મૃત્યુઆંક ૮૫૮એ પહોંચ્યો છે. હાલમાં ૬૭ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસો તેમજ મૃત્યુઆંકમાં સૌથી વધારે અમદાવાદના દર્દીઓ સામેલ છે. અમદાવાદમાં પણ કેસનો આંકડો ૧૦૨૮૦એ પહોંચ્યો છે જ્યારે સારવાર દરમિયા મૃત્યુપામનાર દર્દીઓની સંખ્યા ૬૯૭ થઈ છે. રાજ્યમાં દરરોજ કોરોનાના કારણે ૨૦થી ૩૦ દર્દીઓના મોત થાય છે.

આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૯૪ નવા કેસ નોંધાયા છે અને ૨૯ દર્દીના મોત થયા છે. નવા નોંધાયેલા ૨૯ મૃત્યમાંથી ૮ દર્દીના કોરોનાથી અને ૨૧ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણ મોત થયા છે. હાલ કુલ ૧૪,૦૬૩ દર્દીમાંથી ૬૭ દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૬,૭૨૬ દર્દીની હાલત સ્થિર છે અને ૮૫૮ના મોત થઈ ચૂક્યા છે. તેમજ ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં ૧,૮૨,૮૬૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ૧૪૦૬૩ના રિપોર્ટ પોઝિટિવ અને ૧,૬૮, ૮૦૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.