
પોરબંદર ખાતે રોટરી કલબ અને ઇનર વ્હિલ કલબ દ્વારા અક્ષય કિટનું વિતરણ કરવામા આવ્યું
પોરબંદર રોટરી ક્લબ ઓફ અને ઇનરવ્હીલ ક્લબ દ્વારા રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક 3060ના ગવર્નર શ્રીકાંત ઈંદાણી,સારિકા ઈંદાણી,પોરબંદર રોટરી કલબ પ્રમુખ પૂર્ણેશ જૈન,આસિસ્ટન્ટ ગવર્નર અનિલ સિંઘવી,રોહિત લાખાણી,જયેશ પત્તાણી,પ્રીતેશ લાખાણી,હર્ષિત રૂધાણી,ઇન્નર વ્હીલ કલબના ગરિમા જૈન,ઇલા ઠક્કર,ઇન્નર વ્હીલ સેક્રેટરી સીમા સિંઘવી તથા જીજ્ઞા લાખાણી જોડાયા હતા.જે આયોજનમાં રૂ.76 હજારની 76 પૌષ્ટિક આહારની અક્ષય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં 42 પુરુષ અને 34 સ્ત્રી દર્દી સામેલ હતા.આમ સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ચાર માસ દરમિયાન 175 કિટનું જરૂરિયાત-મંદ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમય દરમિયાન આપેલી પૌષ્ટિક આહારની કીટ અને દવાથી 22 દર્દીઓની સારવાર પૂર્ણ કરાઈ છે.આ પ્રોજેક્ટ હેઠળ વર્ષનું પાંચમું વિતરણ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે બંને ક્લબના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યું હતું.જેમાં પ્રોજેક્ટના ચેરમેન વિજય મજીઠીયાએ અક્ષય કીટના વિતરણની જવાબદારી સંભાળી હતી.આમ જિલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફના સભ્ય વિમલ હિંડોચાએ તેમજ રોટરી ક્લબના સભ્યો તેમજ ઇનરવ્હીલ ક્લબના સભ્યોએ દર્દીઓ સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરીને કીટમાં સામેલ વસ્તુઓનું ફોલો-અપ્સ ફોર્મ ભરવામાં મદદ કરી હતી.આ સાથે ડો.નિશા માખેચાએ કિટની વસ્તુઓના ઉપયોગ અને ફાયદા વિશે જણાવ્યું હતુ તેમજ દર્દીઓને વ્યસનમુક્ત થવા અંગે માહિતી આપી હતી.