
પોરબંદરમાં અકમાતમાં મદદરૂપ થનારા શહેરીજનોનું સન્માન કરવામાં આવ્યું
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યકિતઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ,ટ્રોમા-કેર સેન્ટરમાં પહોચાડનારા વ્યકિતને ગુડ સમરીટન એવોર્ડથી સન્માનિત કરવા કેન્દ્રીય પુરસ્કૃત યોજનાનું વીડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યમાં ગુડ સમરીટન યોજનાનું રી-લોન્ચિગ કાર્યકમ યોજવામા આવ્યો હતો.જેમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અશોક શર્માની અધ્યક્ષતામાં પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા એઆરટીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી ખાતે જિલ્લાના રાષ્ટ્રીય માર્ગ,રાજ્ય માર્ગ તેમજ અન્ય માર્ગો પર થતા અકસ્માતો બાબતે તાત્કાલીક પહોંચી લોકોને સારવાર માટે 108 તેમજ ખાનગી વાહનોની મદદથી હોસ્પિટલ સુધી પહોંચાડી લોકોને તાત્કાલીક સારવાર અપાવી ઘણા લોકોના જીવ બચાવેલા હોય છે તેવા પરોપકારી વ્યકિતઓને ગુડ સમરીટન તરીકે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.જેમા વ્યકિતઓના જીવ બચાવવા બદલ સરકારની યોજનામાં રોકડમાં પુરસ્કાર તરીકે રૂ.5000થી પુરસ્કૃત કરવામાં આવશે અને આવી મદદ કરનાર વ્યકિતીઓએ પોલીસના ડર કે ભય રાખ્યા વગર મદદરૂપ થવું અને મદદરૂપ થનાર વ્યકિતઓને પોલીસ તરફથી પુરતો સહકાર આપવામાં આવશે.