માઉન્ટ આબુની હોટેલમાં પોલીસની સૌથી મોટી રેડ : ૨૨ જુગારી સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત
maunt raid
ગુજરાત

રખેવાળ ન્યુઝ અંબાજી : ગુજરાત અને રાજસ્થાનનું કાશ્મીર એટલે માઉન્ટ આબુ અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું સુંદર પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે, ત્યારે કેટલાક માથાભારે તત્વો અહી જુગાર રમવા આવતા હોય છે. આવાજ એક જુગાર ધામનો આબુ પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં બાતમીના આધારે રાજસ્થાન પોલીસે દરોડો પાડી ૨૨ જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
માઉન્ટ આબુમાં ઘણા લોકો જુગાર રમવા અને મોજ શોખ કરવા માટે જતા હોય છે. ત્યારે આવા જ મોજ શોખ કરનારા સામે રાજસ્થાન પોલીસે લાલા આંખ કરી છે. રાજસ્થાન પોલીસને મળેલ બાતમીના આધારે આબુની લાશા હોટલના રૂમમાં ૨૨ જુગારીઓ જુગાર રમતાં રમી રહેલાઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. માઉન્ટઆબુ પોલીસને બાતમી મળી હતી કે, એક હોટલમાં અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાંથી આવી જુગાર રમી રહ્યા છે. પોલીસે તે અનુસાર શુક્રવારની વહેલી સવારે તે હોટલ પર રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસે ૨૨ આરોપી સહિત ૨,૬૩,૦૦૦ રોકડ, ૫,૧૮,૦૦૦ના ટોકન, ૫ મોઘી કાર અને ૨૫ વિવિધ કંપનીના મોબાઈલ જપ્ત કર્યા છે. માઉન્ટ આબુમા જુગાર રમતા જુગારીઓ પકડાયા જેમા મોટાભાગના આરોપીઓ ગોઝારીયા, રાજકોટ કલોલ, અંબાજી લાંઘણજ દ્વારકા, અમદાવાદ, દિયોદર પાંથાવાડા, પાલનપુર અને ધાનેરા વિસ્તારના છે. જો કે, બીજા આરોપીઓ રાજસ્થાનના રહેવાસી છે. પોલીસની આ રેડ વર્ષની સૌથી મોટી રેડ હતી જેમાં માઉન્ટઆબુ પી.આઈ અચલસિંહ તેમની સાથે તેમની ટીમના પ્રતાપસિંહ, ફૂલારામ, સતીશ, જીલેસિંહ, રાજવીરસિંહ, વિક્રમ ભારતી અને સમુદ્ર સિંહ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.