વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા પોલીસ કર્મચારીઓના પરિવારોને સહાય અપાઈ,બાળકોના અભ્યાસ માટે મદદ કરાશે

ગુજરાત
ગુજરાત 65

કોરોનામાં મૃત્યુ પામેલા 4 પોલીસ કર્મચારીઓના પ્રત્યેક પરિવારોને પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે 25 લાખની સહાયની ચુકવણી કરી હતી. જેમાં મૃતક પોલીસ કર્મીઓના પરિવારને કોઇપણ પ્રકારની મદદની જરૂર હોય કે બાળકના અભ્યાસ અને નોકરીની જરૂર હોય તો સંપર્ક કરવા પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.જેમાં કોરોનાથી ટ્રાફિક શાખાના અરવિંદભાઇ ખોડાભાઇરાજ,મકરપુરા પોલીસના નગીનભાઇ મોતીભાઇ વાળંદ,એમ.ટી શાખાના ગોવિંદભાઇ ઇશ્વરભાઇ રાણા,પાણીગેટ પોલીસ સ્ટેશનના ચીમનભાઇ રામાભાઇ રોહિતનું અવસાન થયું હતું.

આમ કોરોનાની નવી ઊભી થયેલી સ્થિતિમાં ફરજ બજાવી રહેલા 40 પોલીસકર્મીઓ સંક્રમિત થયા છે.જે પોલીસકર્મીઓને હોમ આઇસોલેશનમાં,2 કર્મીને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.આ સિવાય કોરોનાની કામગીરી કરતા પોલીસ કર્મીઓને મદદની ખાતરી પણ આપવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.