કોરોના વેક્સિનના રસીકરણ માટે PM મોદી આજે તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

ગુજરાત
ગુજરાત 71

દેશ જે સમયની રાહ જોઈ રહ્યો હતો તે હવે નજીક આવી ગયો છે. ભારતમાં હવે 16 જાન્યુઆરીથી કોરોના વાઈરસની વેક્સિનનુ રસીકરણ શરૂ થવા જઈ રહ્યુ છે. જે માટે તમામ રાજ્યોમાં તૈયારીઓ ચાલી રહી છે.

રસીકરણ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ તૈયારીઓને લઈને બેઠક કરશે. જેમાં તેઓ તમામ રાજ્યોમાં ચાલી રહેલી રસીકરણની તૈયારીઓ પર અપડેટ લેશે અને રણનીતિ બનાવશે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઈન્ડિયા તરફથી દેશમાં કોરોના વાઈરસની બે વેક્સિનના તાત્કાલિક ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન સામેલ છે. સમગ્ર દેશમાં રસીકરણનુ ડ્રાય રન એટલે કે ટ્રાયલ પણ પૂરી થઈ ગઈ છે. રસીકરણ અભિયાનમાં 19 કેન્દ્રીય મંત્રાલય સામેલ થશે.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની યોગી સરકારે કોરોના વેક્સિનના રસીકરણને લઈને તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. યુપીમાં 16 જાન્યુઆરીથી 852 સેન્ટર પર રસીકરણની શરૂઆત કરવામાં આવશે. આ સાથે જ 3000 બૂથ વાળા લગભગ 1,500 સેન્ટરની ઓળખ પણ કરી લેવાઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે જાણકારી આપી છે કે દરેક સેન્ટર પર 25 કર્મચારી હશે. યુપીમાં લગભગ 9 લાખ હેલ્થકેર વર્કર્સને વેક્સિન લગાવવામાં આવશે.

મહારાષ્ટ્ર

દેશમાં મહારાષ્ટ્ર એવુ રાજ્ય છે જ્યાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ સૌથી વધારે સામે આવ્યા છે. રાજ્યમાં 16 હજારથી વધારે વૉલિન્ટિયર્સને વેક્સિનેશન માટે પ્રશિક્ષણ આપવામાં આવી ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની વેક્સિન માટે 4200 સેન્ટર બનાવવામાં આવ્યા છે. 3,145 કોલ્ડ ચેન કેન્દ્ર પણ છે. સાડા સાત લાખ નજીક હેલ્થકેર વર્કર્સ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.

દિલ્હી

દિલ્હીમાં પણ કોરોના વાઈરસનુ સંક્રમણ ઘણુ ઝડપથી ફેલાયુ હતુ. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને રસીકરણની જાણકારી આપતા જણાવ્યુ છે કે પહેલા તબક્કામાં 89 હોસ્પિટલમાં રસીકરણ થશે. જે માટે મંગળવારે વેક્સિન દિલ્હી પહોંચી જશે.

ગુજરાત

ગુજરાતમાં રસીકરણ પહેલા તબક્કામાં 4.33 લાખ હેલ્થ વર્કર્સને રસી લગાવવામાં આવશે. જે બાદ રાજ્યના 3.47 લાખ ફ્રન્ટલાઈન વર્કર્સનુ રસીકરણ થશે. રાજ્યમાં વેક્સિનેશન માટે 17, 128 લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. રાજ્યમાં એક કરોડથી વધારે વેક્સિનના ડોઝ રાખવાની ક્ષમતા છે.

તમિલનાડુ

તમિલનાડુ પણ કોરોના વાઈરસ સંક્રમણની ચપેટમાં વધારે રહ્યો છે. હવે પહેલા તબક્કામાં રાજ્યના 6 લાખ હેલ્થ કેર વર્કર્સનુ રસીકરણ થશે. જે માટે પ્રદેશમાં 47,206 સેન્ટર બનાવવામાં આવ્યા છે. તમિલનાડુના 38 જિલ્લામાં 51 વૉક-ઈન સેન્ટર પણ હશે જ્યાં અઢી કરોડ ડોઝ સ્ટોર કરવામાં આવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.