વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે

ગુજરાત
ગુજરાત

આગામી 7 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.જેમાં તેઓ સ્વદેશી મુવમેન્ટ દ્વારા નેશનલ હેન્ડલુમ ડેની ઉજવણી દેશભરમાં થનાર છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ રિવરફ્રન્ટના વલ્લભ સદન ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ નેશનલ હેન્ડલુમ ડેનો પ્રારંભ કરાવ્યો હતો અને 1905માં જે સ્વદેશી મુવમેન્ટ શરૂ થઇ હતી તેના 100 વર્ષની ઉજવણી તે સમયે કરવામાં આવી હતી.આગામી 7 ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલુમ દિવસની ઉજવણી ગુજરાતના અમદાવાદ ખાતે થશે.જેમાં રાજ્યભરની 7500 જેટલી મહિલાઓ હાથશાળ અને હાથ ચરખો કાંતશે.આ દિને મોદી હાજરી આપીને દેશમાં સ્વદેશી મૂવમેન્ટ અને હેન્ડલુમ તથા ખાદીના કારીગરોને પ્રોત્સાહન મળે તે જોશે.વડાપ્રધાનનો આ કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે અને તેની સાથે મોદીના અન્ય કાર્યક્રમો પણ નિશ્ચિત થઇ રહયા છે.રિવર ફ્રન્ટ ખાતેનો આ કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.જેમા સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હેન્ડલુમ તથા ચરખો કાંતનાર કારીગરોને સન્માનાવામાં આવશે.ત્યારે આ સમયે હેન્ડલુમ અને ખાદીનું પ્રદર્શન યોજાય તેવી શકયતાઑ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.