
પીએમ મોદીએ નમો મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ-દમણની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસાના સાયલીમાં આવેલી નમો મેડિકલ કોલેજનુ લોકાર્પણ કર્યું હતું.જેમા પીએમ મોદી દ્વારા દાદરા નગર હવેલીના સેલવાસમા રૂ.260 કરોડના ખર્ચે 13 એકરમાં બનેલી નમો મેડિકલ કોલેજનું લોકાર્પણ થઈ ગયું છે.જેમા તેઓ 50 હજારથી વધુ લોકોને સંબોધન કરશે.ત્યારબાદ તેઓ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં અંદાજિત રૂ.5,000 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.