સુરતમાં વરસાદ બાદ મેદાન ભીનું હોવાથી આવતીકાલે વાવ ખાતે યોજાનાર શારિરીક કસોટી મોકૂફ
રાજ્યમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં PSI અને LRDની 11 હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. 3 ડિસેમ્બરથી રાજ્યનાં 15 સ્થળે શરૂ થનારી પરીક્ષા માવઠાને કારણે માત્ર 8 મેદાન પર જ લેવાઈ શકી હતી. જ્યારે સોમવારથી અન્ય સ્થળોએ પરીક્ષા શરૂ થશે. જોકે કમોસમી વરસાદ પછી વાદળછાયા વાતાવરણના કારણે સુરત SRP ગ્રુપ-વાવ ખાતે આવતીકાલે યોજાનારી શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી છે.