US-UK, કેનેડાના લોકોને દાઢે વળગ્યો હાફૂસ-કેસરનો સ્વાદ

ગુજરાત
ગુજરાત

અમદાવાદ, ઉનાળામાં કેરી ખાવાનો ઉત્સાહ ફક્ત ગુજરાતીઓ અને ભારતીયોમાં જ નહીં અમેરિકનોમાં પણ છે! યુએસમાં કેરીની માગ વધી છે ત્યારે ગુજરાતથી કેરીઓની નિકાસનો દર નવી ઊંચાઈએ પહોંચી શકે છે. ઓછામાં ઓછા ૪૫ ટકા સુધી કેરીની નિકાસમાં વધારો થઈ શકે છે, તેમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડનો અંદાજ છે. રસથી ભરપૂર અને મોં મૂકતાની સાથે જ મીઠાશનો ફુગ્ગો ફૂટે તેવી ગુજરાતી કેરીઓની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ખૂબ માગ છે.

આ વાતનો પુરાવો ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડે આપેલા આંકડા આપે છે.GAICLના આંકડા પ્રમાણે, ૨૦૨૨-૨૩માં ગુજરાતથી સીધી યુકે અને મિડલ ઈસ્ટમાં ૪૪૫ મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. જોકે, હવે અમેરિકામાં કેરીની ભારે માગને પગલે ગુજરાતના કેરી પકવતા ખેડૂતોએ ૬૫ મેટ્રિક ટન કેરી એકલા યુએસમાં જ મોકલી આપી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ ૧૧૪ મેટ્રિક ટન કેરીની વિદેશમાં નિકાસ થઈ છે અને તેમાં ૫૫ ટકા જેટલો સિંહફાળો અમેરિકા મોકલાયેલા જથ્થાનો છે તેમGAICLનુંકહેવું છે. કેરીની સીઝન જામશે તેમ વધુ નિકાસ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર-એનિમલ એન્ડ પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસ દ્વારા જુલાઈ ૨૦૨૨માં જ ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટીને મંજૂરી આપવામાં આવી હતી. પરિણામે યુએસમાંથી ડિમાન્ડ વધતાં ગુજરાતમાં કેરીની ખેતી કરતાં ખેડૂતો અને નિકાસકારોને વધારાનો લાભ થઈ રહ્યો છે.GAICLના મેનેજિંગ ડાયરેક્ટર ડી.એચ. શાહે જણાવ્યું, આ વર્ષે માગ ખૂબ સારી છે ત્યારે ૨૦૨૧-૨૨ના ૬૦૮ મેટ્રિક ટનના એક્સપોર્ટના સ્તરને પાર કરી જશે. અત્યાર સુધીમાં અમે ૬૫ મેટ્રિક ટન કેરી એક્સપોર્ટ કરી છે અને અમદાવાદ નજીકGAICLદ્વારા નવી કાર્ગોની સુવિધા શરૂ કરવામાં આવી છે,

જેના કારણે એક્સપોર્ટને વધુ વેગ મળશે. ગુજરાતની શાન ગણાતી કેસર અને હાફૂસ અત્યાર સુધી મહારાષ્ટ્રથી એક્સપોર્ટ થતી હતી. ગુજરાત એગ્રો રેડિએશન પ્રોસેસિંગ ફેસિલિટીના કારણે ગીર અને કચ્છની કેસરની જાતની પણ માગ વધશે. ગત વર્ષ કરતાં આ વર્ષે નિકાસ વધુ સારી છે કારણકે પાક સારો થયો છે અને ભાવ ગત વર્ષ જેટલો જ છે. યુકે, મિડલ ઈસ્ટ અને કેનેડામાંથી સારી માગ છે. આ દેશોમાં આવેલા રિટેલ સ્ટોરમાંથી વધુ ને વધુ ડિમાન્ડ કરવામાં આવી રહી છે,

તેમ અમદાવાદના કેરી નિકાસકાર દર્શિલ શાહે જણાવ્યું છે. એક્સપોર્ટરોના મતે, ગુજરાતમાં આ વર્ષે ડાયરેક્ટ એક્સપોર્ટ રેકોર્ડ સ્તરે નોંધાઈ શકે છે. *યુએસ માર્કેટમાં ડાયરેક્ટ એક્સપોર્ટ કરવાની સુવિધા મળી જતાં નિકાસકારો માટે નવી તક ઊભી થશે. એક વર્ષમાં એર ફ્રેઈટમાં પણ ઘટાડો નોંધાયો છે. પ્રતિકિલો એર ફ્રેટ ૨૪૦ રૂપિયાથી ઘટીને ૧૪૦ રૂપિયા થયું છે. જો સરકાર કેરીની એક્સપોર્ટ પર લાગતો ૧૮ ટકા જીએસટી ઘટાડે તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હજી પણ માગ વધી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.