
પાવાગઢના માચીનો વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટતાં દર્શનાર્થીઓ દબાયા
ગુજરાતના યાત્રાધામ પાવાગઢમાં તૈયાર કરવામાં આવેલા પથ્થરની કુટિરનો ઘુમ્મટ તુટી પડવાની ઘટના બની છે.જેમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવેલી કુટિરના ભાગનો ઘુમ્મટ તુટતા અફરાતફરી મચી જવા પામી છે.ત્યારે આ ઘટનામાં ત્રણ લોકો દબાયા હોવાથી ગંભીર ઈજાગ્રસ્ત થયાં છે.જેઓને હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવ્યાં છે.આ સિવાય ઘટનાસ્થળે સ્થાનિકો અને તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.જ્યારે એક વ્યક્તિનું મોત થયુ છે.આમ આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી દબાયેલા યાત્રિકોને બહાર કાઢ્યા હતા અને ખાનગી વાહનો તથા 108 મારફતે હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા.