પાવાગઢમાં ડુંગર ખોદી લિફટ બનાવવામા આવશે

ગુજરાત
ગુજરાત

પાવાગઢ મહાકાળી માતાજી મંદિરે દર્શન માટે રોજ હજારો શ્રધ્ધાળુઓ આવે છે.ત્યારે ભક્તો માટે પાવાગઢ ડુંગર પર એક લિફટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.જેના થકી 40 સેકન્ડમા માતાજીના દ્વાર પર પહોંચી શકાશે.મહાકાળી મંદિર ગબ્બરને અડીને આવેલ પર્વતને ખોદી 210 ફુટ ઉંચી 3 માળ સુધી જઇ શકાય તેવી લિફટ બનાવવાનાં આયોજનનો પ્રારંભ થઇ ગયો છે.પાવાગઢમાં ગબ્બર ડુંગર પર મુશ્કેલીભર્યા ચઢાણને કારણે ભક્તો દર્શન કરી શકતા ન હતા.જેના કારણે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજુરી બાદ એક લિફટ બનાવવામાં આવશે.એક લિફટમાં મહત્તમ 12 વ્યક્તિ ઉપર જઇ શકશે.જેમા મહિલા,બાળકો અને વૃધ્ધોના ઉપયોગ માટેનો છે.પાવાગઢમાં પ્રથમ 350 પગથિયા સુધી રોપ-વે સુવિધા ઉપલબ્ધ છે.જેને કારણે યાત્રિકોમાં 7.5 મીનીટમાં 350 પગથિયાનું અંતર કાપીને દુધિયા તળાવ સુધી પહોંચે છે.ત્યારબાદ 350 પગથિયા ચડીને જવું પડતું હતું પણ હવે પાવાગઢ ડેવલપમેન્ટ ફેઝ-3ની શરૂઆત કરી દેવામાં આવી છે.જેનાથી બાકીના 350 પગથિયા પણ રોપવે-થી પાર કરી શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.