પાટણ-દ્વારકા વાયા બહુચરાજી નવીન બસ રૂટનો આરંભ કરવામાં આવ્યો

ગુજરાત
ગુજરાત 37

મહેસાણા એસ.ટી ડિવિઝન દ્વારા પાટણ અને મહેસાણા જિલ્લાના શ્રદ્ધાળુઓની માગણીને ધ્યાને લઇ પાટણથી દ્વારકા વાયા ચાણસ્મા,બહુચરાજી,વિરમગામ, સુરેન્દ્રનગર,ચોટીલા,રાજકોટ,જામનગર,જામખંભાળિયાની નવીન બસનો આરંભ કરવામાં આવ્યો છે. જે બાબતે મહેસાણા એસ.ટી નિયામકે જણાવ્યુ હતું કે પાટણ ડેપો દ્વારા સંચાલિત આ બસ પાટણથી સવારે 6 વાગે ઉપડશે અને સાંજના 5.30 વાગે દ્વારકા પહોંચશે. જ્યારે આજ બસ દ્વારકાથી બીજા દિવસે સવારે 8.15 વાગે ઉપડશે અને સાંજે 7.45 વાગે પાટણ ખાતે પહોંચશે. જેમાં પાટણથી દ્વારકાનું ભાડુ રૂ.267 રહેશે. સોમવારે પાટણથી આ બસનું લીલીઝંડી આપી પ્રસ્થાન પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ અને પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ નવિન બસનો લાભ પાટણ અને મહેસાણા જિલ્લાના મુસાફરોને મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.