પરેશ ગૌસ્વામીની ઘાતક આગાહી, આગામી દિવસોમાં આવી શકે છે વાવાઝોડુ
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યના વાતાવરણને લઈને સ્પષ્ટતા કરી છે. તેણે કહ્યું કેટલાક દિવસોથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર તેના નામથી એવી આગાહી કરાઈ રહી છે કે, 15 ડિસેમ્બર સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. જેના લીધે ગુજરાતમાં વાવાઝોડુ આવશે. જોકે પરેશ ગોસ્વામીએ આ વાતને નકારી કાઢી છે. તેણે કહ્યું કે, હાલ રાજ્યમાં હવામાન સ્વચ્છ છે અને આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરની કોઈ જ શક્યતા નથી.
રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વહેલી સવારે ઝાકળ વરસાદ જોવા મળશે, ધુમ્મસ જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના અમુક ભાગો, ઉત્તર ગુજરાતના એકાદ-બે વિસ્તારોમાં ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. આ ધુમ્મસ વહેલી સવારે જોવા મળશે. અમુક જગ્યાએ અતિભારે ઝાકળ જોવા મળે તે